પુષ્પવત્ જાણે કે ખીલે તું.
હરકદમ રહે ખુશ ભલે તું.
તારા નૈનકટાક્ષની અસરથી,
આશિકની શું કરતી વલે તું!
રૂપસામ્રાજ્ઞી તને પામવાને,
કેટકેટલી હશે શરતે તું.
ચાહત તારી ખુશામત તણી,
સાંભળીને કેટલી મલકે તું !
મનભાવન મિલને થૈ સંતુષ્ટ,
ભરપૂર રખેને વળી હરખે તું.
હશે શ્રેષ્ઠ સર્જન ઈશ તણું,
ઈપ્સિત કાજે કેવી તરસે તું !
- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.