પ્રિય હોવાની સાબિતી હું કેમ આપું?
સ્પંદનમા જો હયાતી ન જાણી એણે...
પ્રિય હોવાની બાતમી હું કેમ આપું?
જો શ્વાસેશ્વાસમાં ન અનુભવી એણે...
પ્રિય હોવાની નિશાની હું કેમ આપું?
મારા હૈયે એનું સ્થાન ન માન્યું એણે...
પ્રિયને પ્રિય છે એ બોલ હું કેમ આપું?
દોસ્ત! મારા અસ્તિત્વના રોમમાં રોમમાં એનું અસ્તિત્વ ન પારખ્યું એણે...