Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "ચાલ દોસ્ત ચા પીવા"

જવાબદારીઓ આવશે ને જશે, ચાલ દોસ્ત ચા પીવા!
જે થવાનું છે એ થઈને જ રહેશે ચાલ દોસ્ત ચા પીવા!

છોડ આ દુનિયાની મગજમારી, નિરાંતે બેસ બે ઘડી!
દેવાશે એવા જેવા પડશે, ચાલ દોસ્ત ચા પીવા!

કેટલો સમય વીતી ગયો આપણે આમ સાથે બેઠાને
આવ તો એ જ મજા આવશે, ચાલ દોસ્ત ચા પીવા!

આવજે તું ઘરે છોડીને તારા પદ કે પૈસાનું અભિમાન,
આજ ફક્ત બે મિત્રો જ મળશે, ચાલ દોસ્ત ચા પીવા!

વાગોળીશું આપણે ફરીથી, એ જૂની પુરાણી યાદોને!
નજર સામે ફરી એ ઘટના ઘટશે, ચાલ દોસ્ત ચા પીવા!

ભીંજાતા ભીંજાતા પણ ગયા'તા ક્યારેક કીટલી પર,
"આજે "વ્યોમ" જરૂર વરસશે, ચાલ દોસ્ત ચા પીવા!

... © વિનોદ.મો.સોલંકી" વ્યોમ "
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111841880
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now