ઢળતી ઉંમર
વૃદ્ધાવસ્થામાં તકલીફ આપે માનવને એનું સ્વાસ્થય, એનું અંગ- અંગ;
બિચારો થઇ જાય છે બીજાઓ ઉપર નિર્ભર, જો થઇ જાય એ અપંગ
હોય આં ઓછું તેમ વળી છૂટી જાય છે એનો જીવનભરનો સંગ
ત્યારે તો એ બિચારો નિરાશામાં અટવાઇ જતાં, રહી જાય છે દંગ
એના આપ્તજનોના દુર્વ્યવહારથી, એનું મન- હૃદય થઇ જાય છે ભંગ
આવી આં ઢળતી ઉંમરમાં બચે છે કેવળ પરમાત્માનો દિવ્ય સંગ
તો શા માટે જોય છે રાહ ઉંમર ઢાળવાની; કર તું આજથીજ આં સત્સંગ
બદલીને જોઈ લે આં તારા ઢંગ, પ્રસરાવ તારા જીવનમાં હરિ-રંગ
ચાલશે હરિ કદમ મેળવી, તારી બાહો ધરી, હર પળ, તારી સંગ
Armin Dutia Motashaw