નાજુક એક છોડવો
કુમળાઈ ગયો રે છોડવો નાનકડો, નાજુક અને નમણો
બોજ એનાથી સહન ન હતો થતો આં ભયંકર ગમનો
એક ભયંકર આંધી આવી એવી, કે નષ્ટ નાબૂદ કરી ગઈ એને
પહાડ જેવા દુઃખોએ, અનદીઠ વજનથી, દબાવી દીધી એને
માલિની માવજત વિના, છોડવો કેમ ફળે ફૂલે; ગયો એ કરમાઈ
આં રીતે એને નષ્ટ થતાં જોઈ, કુદરત પોતાના ઉપર શરમાઈ.
છોડ હોય કે માનવ, માવજત વિના કરમાઈ જાય; છે આં એક હકીકત
આંધી તોફાનથી બચવા માટે, એક દયાળુ માલિની હોય છે જરૂરત.
Armin Dutia Motashaw