મારૂ મોરબી આખુ હિબકે છે 🥲
કેટલાય બાલુડાઓ નિશબ્દ બની ગયા અને કેટલાય પરીવાર ના માળા વિખાય ગયા..
ખુટી ગયા શબ્દો શ્રધ્ધાંજલી માટેના …
મારા મોરબીના સ્મશાન પણ નાના પડવા લાગ્યા..
એ એમ્બયુલન્સ ના સાયરન જાણે કે ખુદ યમરાજ આવ્યા હોય તેવો થતો ભાસ..
અસંખ્ય લોકોનુ રૂદન જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેમનુ ..
તે દરેક પળમા જયારે રેસ્કયુ ઓપરેશન ચાલતુ હતુ ત્યારે લાચાર સ્વજનો પળેપળમા આશાએ હતા કે મારા સ્વજન બોલતા ચાલતા મળી જાય..
મોરબી ના આ બાલકો, યુવાનો, ભાઇબહેનો ના શ્વાસ બંધ જોઇ અમે પણ અમારી ધડકન ચુકી ગયા હતા અને જાણે કે સમય રોકાઇ ગયો હોય તેવુ ભાસતુ હતુ ત્યારે …
હે પ્રભુ ઝુલતા પુલ હોનારતમા મૃત્યુ પામનાર દરેકના આત્માને તારા ચરણોમા વાસ આપજે અને તેમના પરીવાર ના લોકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપજે તેવી પ્રાથઁના…
🙏ઓમશાંતિ 🙏