ટેરવે તોડ્યાં સંબંધ
***************
લોભ લોભમાં એવાં ફસાયા,
જરૂર ત્યાં ઓછાં જણાયાં,
માનવ સંખ્યામાં થયાં અરબોમાં,
માનવતામાં ઓછાં જણાયાં.
શિક્ષણ અને ડિગ્રીઓના ધની થયાં,
ભાવનાઓમાં ઓછાં જણાયાં.
મિત્રો ઘણાં ફેસબુકમાં ,
પણ મદદે કોઈ ના આવ્યાં.
વિશાળ રહેઠાણમાં વરસોથી
અમે ત્રણ જ જણાયાં,
લક્ષ્મીની કૃપા ઘણી પણ
શાંતિના રહેઠાણ ના દેખાયાં,
મોંઘી ઘડીયાળો કાંડે સમય સારું
પણ મા-બાપ સમયે ભૂલાયા,
હોશિયારીએ ડંકો વગાડ્યો દુનિયાભરમાં,
પણ પરિવાર આત્મીયતામાં કૂણાં પડ્યાં.
ખુબ ઉડ્યા અવકાશમાં
પણ પાડોશીથી અજાણ રહ્યાં,
દવાઓ ખુબ આરોગી તોય
આરોગ્યના હવે ફાફા પડ્યાં.
સમજાય છે હવે કેમ ઉલટા પડ્યાં,
આંગળીના ટેરવાએ સંબંધો ડિલીટ કર્યા,
પ્રેમ, મહોબત સર્ફિંગમાં ખોયા.
- અરૂણ ગોંધલી (૨૯.૧૦.૨૦૨૨)
🙏🏻