પહેલા નવું વર્ષ આવે એટલે
લોકો ભગવાનના ફોટા ને પગે લાગતા
આજે પોતાની selfie પાડે છે
પહેલા સવારે વહેલા ઊઠીને ઉત્સાહથી એકબીજાને મળતા
હવે તો કુંભકર્ણની જેમ ઊંઘયા કરીએ છીએ
એકબીજાના ઘરે જઈને નિરાંતે વાતો, મઝાક, મસ્તી કરતા
હવે તો બહાર હોટલોની ભીડમા કચરો ખાઈને ખુશ થઈએ છીએ
એકબીજાને મળવાનું તો દૂર,
એકબીજાને ખાલી forwarded message કરીને 'વ્યવહાર' સાચવવાનો..
પહેલા દીવાઓ જલાવતા
આજે status મૂકીને બીજાને જલાવીએ છીએ..
સાચે જમાનો બદલાઈ રહ્યો છે..
દીવા વગરની દિવાળી અને નવીનતા વગરનું નવું વર્ષ મુબારક..
#priten 'screation#