🙏🏻🙏🏻 અભ્યર્થના 🙏🏻🙏🏻
ખોબો ભરી ને વહાલ મોકલું છું.
દોસ્તીના થોડા સવાલ મોકલું છું.
ગમ બધા રહેવા દીધા છે મારી પાસે.
દરેક પળ તમને ખુશાલી મોકલું છું.
ખુલી આંખોના સપના સાચા નથી હોતા.
બધા ચમકતા સિતારા નથી હોતા.
મળે જો પ્રેમ તો ભરી લો દિલમાં.
જિંદગી ના શ્વાસના ભરોસા નથી હોતા.
દોસ્તી એવી કરજો કે જેમાં
શબ્દો ઓછા ને સમજ વધારે હોય.
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય.
શ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય.
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.
સુધારી લેવા જેવી છે પોતાની ભુલ.
ભુલી જવા જેવી છે બીજાની ભુલ.
આટલું માનવી કરે કબુલ તો હરરોજ
દિલ માં ઉગે સુખ નાં ફૂલ.
નફરત હોય ના હોય
થોડો પ્રેમ રાખજો.
મળવાનું થાય ના થાય
સંબંધો બનાવી રાખજો.
દુ:ખ હોય ના હોય
દિલાસો દિલ થી આપજો.
કોલ થાય ના થાય
મેસેજ ચાલુ રાખજો.
નવા વર્ષે તમારી પ્રેમાળ મૈત્રીનો પ્રેમ આમ કાયમ જ વરસતો રહે.તમારી આ મૈત્રીનો સંબંધ નિરંતર આમ જ બની રહે તેવી શ્રદ્ધા સાથે. નવા વર્ષમાં નવી ઉમેદ થી પાછા આમ જ ઋણાનુબંધ સાચવી શકાય એવી પ્રભુ પાસે મારી અભ્યર્થના . 🌷🙏🏻🌷