શિવમ્ અસ્તુ સહુનું
દિપાવલીના શુભ પ્રારંભે
આનંદમંગલ વરતાય
રમાએકાદશીના શુભ પર્વે
વાણીરૂપે સાક્ષાત્ માં સરસ્વતી
બિરાજે વાક્બારસે
સુખ સમૃધ્ધિ સંગ માં લક્ષ્મી
છલકે ધનતેરસના શુભ દિને
કકળાટ કલેશ દૂર થાય
ચૌદસના કાળ ચોઘડિયે
આંગણિયે રૂડા દિવડા ઝગમગે
દિવાળીના પાવન અવસરે
સહુની આશા પરિપૂર્ણ બને
ને સફળતા તમ દ્વારે છલકે
નવા વર્ષના શુભ આગમને…
-કામિની