સીનીઅર છું અને રહેવામાં પણ Sea near છું.
મોજમાં રહું છું આજે સિટીજન થયો sinior છું.
એક સાઈઠના ઉંબરે આવીને ઊભો રહ્યો મસ્તીમાં,
કોઈની નથી પરવા મને હું જાતે જ મારો dear છું.
નિજાનંદે જીવન જીવું મૂકીને આધિ વ્યાધિ ઉપાધિ,
બિનધાસ્ત રહેવાની અભિપ્સા ના માનો કે fear છું.
આજની ઘડી રળિયામણી કરવામાં માનનારો સદા,
નથી કોઈ ઉદાસી સ્પર્શતી મને જાણો કે cheer છું.
સેવક તરીકે રહી પ્રસ્તુતિ મારી હરિવર તારી સમક્ષ,
નથી એકલો અટૂલો પરમપિતા તારા બળે super છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.