સાવ સૂમસામ બધું લાગતું મને તારા વિના.
પછી એકલું અટૂલું ભાસતું મને તારા વિના.
વીતી ગૈ જિંદગી આજલગી તારી ખોજમાં,
દિલ તો હરદમ સાથ માંગતું મને તારા વિના.
ખૂબ કીધી પ્રતિક્ષા તારી કે આજે આવશે જ,
આશાનું કિરણ રોજ જાગતું મને તારા વિના.
મધમીઠો સંસાર મને નીમ અર્ક સમો દીસતો,
ગેરહાજરી તારીને ના ગમતું મને તારા વિના.
ઝંખના પામવાની પ્રતિપળ બળવત્તર બનતી,
હે હરિ ! જીવ કેટકેટલું ખમતું મને તારા વિના.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.