મારુ નામ સાંભળી મા દોડતી આવે એ મારી ઓળખ,
મારુ નામ સાંભળી પપ્પા ગર્વ અનુભવે એ મારી ઓળખ,
મારુ નામ સાંભળી પતિને હાશકારો એ મારી ઓળખ,
મારુ નામ સાંભળી મિત્રો મળવા આતુર રહે એ મારી ઓળખ,
મારુ નામ સાંભળી લેખન વાંચવા વાચકો ઉત્કૃષ્ટ રહે એ મારી ઓળખ,
દોસ્ત! પણ મારો અંશ જ સાચી મારી ઓળખના સમજે તો ઉપરની બધી જ ઓળખ શૂન્ય શેષ છે.