Gujarati Quote in Thought by Chaitanya Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોમાં સત્યને તું પરખ પરખ.
ઓળખી જા એને હરખ હરખ.

મધમીઠાં વિષ પણ હોઈ શકે છે,
ના મૂલવ એને તું તરત તરત.

જવાબદારી હોય નિભાવવાની,
ના કદીએ ત્યાંથી છટક છટક.

સાચાં ખોટાં લાગે પણ સરખાં,
એમાંથી ઈમાનને વરત વરત.

કરી લે શ્રમ પ્રસ્વેદ પાડીને તું,
ને સફળતાને પછી બરક બરક.

કર્મ આધારે જ દુનિયા ચાલતી,
કાલે કર્યું આજે મળે પરત પરત.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Thought by Chaitanya Joshi : 111836566
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now