સમજી શક્યો હોત મને કદાચ તુ,
કર્યા નહીં પ્રયત્નો તેં ક્યારેય,
સમજવાના મને...
આપી શક્યો હોત તુ મને સાથ,
સમજ્યો હોત મારી જરૂરિયાત
કદાચ તુ...
માંગ્યો હતો માત્ર થોડો પ્રેમ મેં,
સમજી શક્યો હોત મારી લાગણીઓ
કદાચ તુ...
છીએ આજે આપણે નદીનાં સામા કિનારે,
બની શક્યો હોત મારી નાવડી તુ,
આવી શક્યો હોત મારી પાસે કદાચ તુ...
-Mrs. Snehal Rajan Jani