ફરી એક નવરાત્રિ,
તને મારાથી દૂર કરી ગઈ.
ભારે હ્રદયે તને,
જતો હું જોતાં રહી ગઈ.
સાદ દીધો તને,
અવાજ દિલમાં દબાવી ગઈ.
સાથ તો ન માગ્યો હતો,
બસ તને જોવાની તક ચૂકી ગઈ.
જીવન છે એટલે,
જોને હું ફરી હસતી થઈ ગઈ.
ફરી નથી જોવી નવરાત્રિ,
બસ ખુદને માટે,
મોતની દુઆ માગતી થઈ ગઈ.
-Mir