શબ્દોથી કેટલી પીડા આપીશ તું બીજાને,
હવે મૌન બનીને વાતો કરતાં તું શીખ,
ધમકાવીને ક્યાં સુધી લઈશ તું બીજાનું,
હવે જાતે એક પ્રયત્ન કરતાં તું શીખ,
મારીને ક્યાં સુધી દુઃખ આપીશ તું બીજાને,
હવે આત્મા પર દયા રાખતાં તું શીખ,
ખોટું કરીને ક્યાં સુધી ભેળવીશ તું બીજાને,
હવે શરીર સાથે સાચું કર્મ કરતાં તું શીખ..
મનોજ નાવડીયા