બા તમારી યાદમાં આજે આંખો ઊભરાય ગઈ.
તમારી યાદોની વણઝાર આંખથી છલકાઈ ગઈ.
બા તમારી ખોટ આજે મારાં હૈયે વરતાઈ ગઈ.
તમારી કમી મને આજે ભરી ભરીને સાલી ગઈ.
ખોળે તમારાં રમતી એ પળો આજે તાજી થઈ ગઈ.
તમારી કરુણામયી મુરત મારી સામે ખડી થઈ ગઈ.
મા બનીને ઉછેરી ને બાપ બનીને કેળવી તમે મને બા
અણધારી ને અચાનક મારાથી તું ઓઝલ થઈ ગઈ.
અંતિમ સમયે ના મેં નિહાળી તને, ના પંપાળી શકી તને
મને આ વિશાળ દુનિયામાં નોંધારી મુકી તું ચાલી ગઈ.
તું કયારેય જોવા નહીં મળે મને, હવે હકીકત થઈ ગઈ.
તને ના મળી શકયાંનો વસવસો હૈયેં આપીને ચાલી ગઈ.
ચૌહાણ ભાવના...
-Bhavna Chauhan