એની વાતો પણ એનાં જેવી છે દોસ્તો
કરું તો બસ કરતી જ રહું છું.
એની વાતોમાં ને વાતોમાં હું પણ ખોવાઈ જાવ છું એનામાં.
એની વાતો કરવાનું ઘણું મન થાય મારું પણ કરું કોને એની વાતો?
એની વાતો કરવામાં તો સમય પણ
સરકી જાય આ રેતની માફક,
તોય ના ખૂટે એની વાતો.
કયારે મળી ગયું એની સાથે મન ખબર નહિ.
પછી તો બસ એનું જ બનીને રહી ગયું આ મન.
એની વાતો સાંભળતાં પણ ના થાકે અને
વાતો કરતાં પણ ના થાકે આ મન.
-Bhavna Chauhan