સંબંધ તારો અને મારો કયાં મેં બાંધ્યો છે?
એ તો ઉપરવાળાની દેન છે વહાલાં.
તું અને હું કયાં જાતે મળ્યાં છીએ?
એ તો મારા કાનાની મેર છે વહાલાં.
લાગણીની દોરથી મેં કયાં બાંધ્યો છે તને?
તારી સાથે હું ખુદ બંધાઈ છું વહાલા.
મારે કયાં જંગ જીતવી છે તારી સામે?
મને તો બસ તારું મન જીતવું છે વહાલાં.
હું કયાં કહું છું કે બેસી રહે મારી સામે?
મને તો તારાં બે મીઠાં શબ્દો જ સાંભળવા ગમે છે વહાલાં.
આ દુનિયા,આ ધન દોલત કયાં જોઈએ છે મારે?
મારે તો બસ તારાં પ્રેમનો ખજાનો જોઈએ છે વહાલાં.
તારાં સ્મિત પર તો વારિ વારિ જાઉં છું હું.
રોજ બેઘડી હું પણ તારી સાથે ખિલખિલાવા માંગુ છું વહાલાં.
તને ના જોઉં તો મારું મન મૂંઝાય જાય છે.
તને જોઈને તો મારો દિવસ રાત જાય છે વહાલાં.
મુઠ્ઠી જેવડું દિલ છે આ મારું.
એમાં બસ તારો જ હેત ભરેલો છે વહાલાં.
તું જિંદગી છે મારી.
તારાં માટે તો ધબકારા ધબકે છે વહાલાં.
-Bhavna Chauhan