હું અને તું...
કાના તું છે બ્રહ્માંડનો સ્વામી
હું તો બસ તારી છું અનુગામી.
કાના તું તો સૃષ્ટિનો રચનાર
હું બસ તારી ભક્તિ કરનાર.
કાના આંખો તને જોવા પ્યાસી
હું તો છું તારા ચરણોની દાસી.
કાના તારી લીલાઓ છે ન્યારી
હું તો સૂધ બૂધ તું જ પર હારી.
કાના તારા પર શ્રદ્ધા છે અપાર
હવે ના કરતો તુજથી દૂર લગાર.