Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક: "બદનસીબી પલટીને ચાલી ગઈ"


વાદળી વરસીને ચાલી ગઈ;
ને ચાહત તરસીને ચાલી ગઈ;

એવા મુકામે આવી જિંદગી,
કે શ્વાસ ખરચીને ચાલી ગઈ;

પ્રેમમાં કહો કે નફરતમાં બસ,
એ ખાલી હસીને ચાલી ગઈ;

કલમ લીધી જ્યાં હાથમાં મેં,
તો શાહી સરકીને ચાલી ગઈ;

લખવા હતા મારે હાલ-એ-દિલ,
એ બસ દર્દ લખવીને ચાલી ગઈ;

ઝેર પીધાં અમૃત જાણીને "વ્યોમ"
તો મોત પણ ખસકીને ચાલી ગઈ;

છોડી બધી પંચાત રહ્યો હું મારે રસ્તે,
તો બદનસીબી પલટીને ચાલી ગઈ;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
આદિપુર (કચ્છ).

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111830276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now