વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ ......
વરસું તો હું ભાદરવો...
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;

ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.
વરસું તો હું ભાદરવો...
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

Gujarati Poem by Dipika : 111829772
Sonalpatadia darpan 4 year ago

વાહ...વાહ..શબ્દે શબ્દે લાગણીઓ ઉભરી છે.

Narendra Parmar 4 year ago

એકલાં આંસુઓથી જીંદગી ના જાય થોડું અરો ફરો તો ? મન આપણું પ્રફુલ્લિત થાય ...👍

Jaydeep Makwana 4 year ago

Khub saras rachna 👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now