Happy Ganesh Chaturthi
Here is wishing all of you, my dear friends....
દુનિયા આખી, દુખોથી ગઈ છે ઘેરાઈ, આવો ઓ વિઘ્નહર્તા આવો
સર્વનો ત્રાસ દૂર કરવા વિનંતી કરીયે, આવો શિવ-પાર્વતીના સંતાન આવો
દુખીઓના આંસુ લુસવા આવ્યા વિઘ્નહર્તા, આવ્યા ગણપતિ બાપ્પા આવ્યા
મોદક ભાવે, લાડવા ભાવે; જલ્દી આરતી ઉતારો, બાપ્પા આવ્યા, બાપ્પા આવ્યા !
હાર-તોરણ લાવો, સાજ- શીંગાર કરો, રે લોકો બધાં મળી... મંગલ ગીત ગાવો
આરતી ઉતારો, મોદક, લાડવા પેંડા વેહચો બધાંને પ્રસાદ તરીકે, બાપ્પાને વધાવો
જોજો લોકો, બાપ્પા હોય માટીના, અથવા માવા કે ચોકલેટના; સાચવજો નદીના નીર
જીવન છે મુશ્કેલીઓથી ઘેરાયેલું, ઓ સુખકર્તા- દુઃખહર્તા, આવીને દૂર કરજો લોકોની પીડ.
Armin Dutia Motashaw