શીર્ષક - "વ્યોમથી ખુશી વરસે છે ચોક્કસ"
ડૂબે સૂરજ તો ફરી ઊગે છે ચોક્કસ;
ઉદાસી પછી ખુશી આવે છે ચોક્કસ;
કેમ બેઠા છો તમે આમ મોઢું વકાસીને?
દુખ મળ્યું છે તો સુખ મળે છે ચોક્કસ;
ક્યારેક હરખમાં ને ક્યારેક ગમમાં પણ,
હરેક આંખો જરાક છલકે છે ચોક્કસ;
ક્યાં ક્યાં શોધવા જવી હવે ખુશીઓને?
જોવો તો ઘરના ખુણે ખુણે છે ચોક્કસ;
ચાતક નજરે બસ તમે ઝંખતા રહો તો,
"વ્યોમ" પરથી ખુશી વરસે છે ચોક્કસ;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).