Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડાયરી.

ડાયરી શું છે? ડાયરી એટલે આપણાં મન નું બારણું છે. ડાયરી એટલે આપણા જીવનના અગત્યના ફોન નંબર નું લીસ્ટ છે. ડાયરી એટલે આપણા જીવનના જમાં પૂંજી નો હિસાબ છે.

આ ડાયરી નો ઉપયોગ આપણે બધા વિવિધ રૂપે કરતા હોય છે. મારી માટે ડાયરી નું મહત્ત્વ અલગ છે એમ દરેક માણસ નાં જીવનમાં એમની ડાયરી નું મહત્ત્વ કઈક અલગ છે.

૧. ડાયરી માં કોઈ સુંદર અક્ષરે પોતાના મનની વાતો લખે છે, તો કોઈ પ્રેમ ની વાતો લખે છે તો કોઈ દુઃખ ની વાતો લખે છે. આપણે અનુભવતા દરેક પ્રકારની લઘણી ને આપણે આ ડાયરી માં લખતા હોય છે.

૨. ઘણીવાર માણસ ની અંતર આત્મા એણે બીજા માણસ પર ભરોસો કરવાની પરવાનગી આપતું નથી , એટલે માણસ પોતાની આખી વ્યથા આ ડાયરી માં વર્ણવે છે.

૩. કોઈ સાથે હોય કે નાં હોય,પણ આપણા સાથે આપણી ડાયરી હોય છે. આ ડાયરી આપણી વાતો ને સંભાળે છે, ચૂપ ચાપ અવાજ કર્યા વગર. આ ડાયરી એક સવાલ નથી કરતી બસ આપણો સાથ આપે છે.

💐ડાયરી એ આપણાં મનનું માળિયું છે. જ્યાં કામની વસ્તુ છે માળિયા પર ચડાવી દઈએ છે. એમ કદાચ આપણી ઉપર વીતેલા ખરાબ સમય ને આપણે ડાયરી માં કેદ કરી લઈએ છે. આ એક Negetive બાજુ છે સિક્કા ની... જ્યારે ...
ડાયરી માં આપણે આપણી ખૂબસૂરત યાદોં નાં ફોટો લઈને એ ડાયરી માં લગાડીને બે લાઈન લખીએ છે. આજે એ captions એટલે સ્ટેટસ થઈ ગયું છે.

🌼ડાયરી માં ઘણુંબધું બંધ હતું.

🌼કયાંક નફરત હતી તો કયાંક પ્રેમ હતો.

🌼ક્યાંક સાચો હતો સબંધ તો ક્યાંક ખોટી હતો.

🌼ક્યાંક સારા સમય ની વાતો હતી તો ક્યાંક ખરાબ સમયમાં વીતેલા દિવસો નો હિસાબ હતો.

🍁 મન નું મન માં રે તો માણસ અનેક પ્રકાર ની બીમારીઓનો ભોગ બને છે.અને કોઈ વ્યક્તિ મળે નાં મળે વાતો ને શેર કરવાં તો ડાયરી તો છે આપણા મન નું દર્પણ.

🍁ડાયરી એક સાચો મિત્ર છે, ડાયરી સાથે ની મિત્રતા અતૂટ છે જેને આપણાં સિવાય કોઈ તોડી નાં શકે. એ એક એવો આધાર છે કે જેને આપણે પૂછવાની ગરજ નથી કે તું શું મારો મિત્ર બનીશ. એ બસ સાથ આપે છે.

🍁ડાયરી આપણું મિત્ર છે, ડાયરી કદાચ એટલે પણ ખાસ છે કે એ તમને તમારા થી વધારે સારી રીતે જાણે છે. ડાયરી ક્યારે દગો તો નથી આપતી પણ એ ડાયરી ની સાચવણી કંઈ રીતે કરવી એ આપણી જવાબદારી છે.

🍁લખવાના શોખ ને કઈ રીતે પૂરો કરવો એટલે શરૂ થઈ ડાયરી લખવાની. જેમાં આપણે આપણી પસંદ, નાપસંદ આપણા સપનાં , આપણે પોતના મટે વિચારેલું ભવિષ્ય આ બધું આપણી ડાયરી માં સમયેલું હોય છે.
ડાયરી માં શું નથી હોતું એ સમજવું મારા માટે અગરું બની જાય છે. આ ડાયરી નું મહત્ત્વ બહું ઊંચું છે.એનું કોઈ માપદંડ થઈ શકે એમ નથી.
❣️શબ્દ કેટલો નાનો છે ડાયરી, પણ એનો વિસ્તાર કેટલો મોટો છે.
❣️આજે ૨૦૨૨ ની ડાયરી તમે લખવા બેસો તો એમાં શું લખશો. કયા વિષય પર કઈ વસ્તું માટે લખી શકાશે.

My dear ડાયરી તું આજે પ્રપ્તલીપી નાં નામે ઓળખાય છે.

Gujarati Blog by Komal Mehta : 111828759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now