ખૂટે નહિ કદી એવી હોય છે મિત્રોની વાતો
જીવનભર સાથ નિભાવનારી હોય છે મિત્રોની વાતો
દિલથી દિલ વચ્ચેની હોય છે મિત્રોની વાતો
કોઈથી છૂટે નહિ એવી હોય છે મિત્રોની વાતો
એક ભેદ હોય છે મિત્રોની વાતો
બધા વચ્ચે પણ આંખોથી થાય છે મિત્રોની વાતો
દુઃખમાં હસાવી દે છે મિત્રોની વાતો
સુખમાં સાથે હોય છે મિત્રોની વાતો
ખૂબ મજાની હોય છે મિત્રોની વાતો
દિલમાં ગજબની લ્હેરખી હોય છે મિત્રો ની વાતો
રાતોની રમઝટ હોય છે મિત્રોની વાતો
ચાયની દરેક ચુસ્કી હોય છે મિત્રોની વાતો
એક નિર્દોષ વાત હોય છે મિત્રોની વાતો
નદીને સાગરનો સાથ હોય છે મિત્રોની વાત
જ્યારે જ્યારે મળે આવા મિત્રો
ત્યારે ત્યારે અખૂટ હોય છે મિત્રોની વાતો.....
યોગી