Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાગણી...

આપણા પોતાનાં સબંધો માટે આપણને લાગણી હોય છે. એવી જ રીતે જે સબંધો રક્ત થી મંથી હ્રદય થી છે એનાં પ્રત્યે આપણને લાગણી હોય છે.

એક એવી લાગણી જેમાં કંઈ પામવાનું નથી જેમાં કંઈ ખોવા નું પણ નથી. *Soul connection*એક સ્ત્રી ને એક પુરુષ પ્રત્યે લાગણી છે, એક પુરુષ ને એક સ્ત્રી માટે લણણી છે, અહીંયા બને કોઈ પણ ઉંમર નાં હોઈ શકે, નાના મોટાં. આ લાગણી પ્રેમ છે, પણ આ પ્રેમ માં એક અંતર છે એક મર્યાદા છે.

આ એક એવા સબંધ ની વાત છે કે જ્યાં નિસ્વાર્થ ભાવ છે. અમુક વ્યક્તિ એવા મળે કે જેને મળીને લાગે, જન્મો થી જાણીતાં છે એકબીજા ને, તમે સમજતાં પણ એટલું હો છો એકબીજાને, આપણી સોચ એક જગ્યા એ અટકી જતી હોય છે કે, એક સ્ત્રી અને પુરુષ માત્ર પ્રેમ માં હોય છે. અને હું જે લાગણી ની વાત કરી રહી છું, એ થોડી અલગ છે. સ્ત્રી પુરુષ નાં લગન થઈ ગયાં પછી કોઈ એવું વ્યક્તિ મળે જેની જોડે તમારી understanding & compatibility કઈક અલગ level ની મેચ થાય.

Feelings emotions તમારા વશ માં નથી. લાગણી આવી ગઈ તો જશે નહિ.એ તમારા ઉપર છે કે તમારે એ વ્યક્તિ જોડે કેવો અને કયો સબંધ રાખવો. સબંધ રાખવાની choice તમારા પાસે છે.

લાગણી ને જેટલી દબાવમાં આવે એટલી વધે છે, પણ જો લાગણી ને વ્યક્ત કરી દેવામાં આવે તો એ કાબૂમાં રહે છે. આત્મા નો બોઝ ખતમ થાય છે,હૃદય ખુશી અનુભવે છે.

જ્યારે તમે કોઈ તરફ ની પોતાની લાગણી ને વ્યકત કરો ને ત્યારે તમારા પોઇન્ટ પહેલાં મૂકી દો, તમારે એ સબંધ કંઈ દિશા માં જોવે છે.એક સમયે જો તમને શું જોવે છે અને શું નથી જોઈતું ત્યાં તમે ક્લીઅર છો, તો ક્યારે કોઈ વસ્તું બગડશે નઈ.અને ભલે મિત્રતા નો સબંધ પણ નાં રાખો પણ એક સુંદર *જાણીતાં* વ્યક્તિ નો સબંધ રહશે.

આ સબંધ માં એક Respect એક મર્યાદા હમેંશા રેવાની.

Gujarati Blog by Komal Mehta : 111828311
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now