હા હું છું ગુજરાતી
ને મારી માતૃભાષા ગુજરાતી
જે મારી રગ રગમાં છે વ્યાપેલી
હા હું છું ગુજરાતી.
માસી, કાકી, મામી, ફોઈ,
છે સ્નેહની એવી મીઠી સરવાણી
તેની તોલે ના આવે કોઈ
અંગ્રેજીમાં તો ઓન્લી આંટી.
હા હું છું ગુજરાતી.
બાના ભાઈ મામા ને પપ્પા ના ભાઈ કાકા
ગુજરાતીમાં સંબંધોના છે તાણાવાણા સાચા
ભાઈ બહેનના પ્રેમમાં સૂતરના તાંતણા કાચા
આ સંબંધોમાં પણ ગુજરાતીને ફૂટી છે વાચા
હા હું છું ગુજરાતી.
મીઠો લહેકોને મીઠી મધુરી ભાષા
સંસ્કાર અને સંસ્કૃતિનું ઝરણું મારી ભાષા
વડીલોને આદર આપતા શીખવે મારી ભાષા
વિશ્વના ખૂણે ખૂણે વસે છે એક ગુજરાતી
ને તેથી પુરા એ વિશ્વમાં જીવતી મારી ભાષા
હા હું છું ગુજરાતી.
સ્વરચિત
ડો. દમયંતી ભટ્ટ
વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐🙏💐💐💐