શીર્ષક - "ફરી એ સમય બોલાવશે જરૂર"
ફરી એ સમય બોલાવશે જરૂર;
ચાલ્યા ગયા એય આવશે જરૂર;
ક્યાં સુધી શોધવા જવા ઝરણા,
એક દિ' ઝાંઝવેય ફાવશે જરૂર;
ઢળવા દે આ આવરદાના સૂર્યને,
સફેદી ચાંદની રાત લાવશે જરૂર;
ટેરવાના સ્પંદનો હવે ઘટતા ગયાં,
થર થરતા હાથેય ભાવશે જરૂર;
નજર રાખ ઊંચી "વ્યોમ" તરફ,
એ પણ નિર્ણય બદલાવશે જરૂર;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).