માનવી હું કાળા માથાનો
દેશ બદલાય,ગામ બદલાય
પણ મારો સ્વભાવ ના બદલાય...
માનવી હું કાળા માથાનો
નામ બદલાય,ઓળખાણ બદલાય
પણ મારી રીતના બદલાય....
માનવી હું કાળા માથાનો
રાહ બદલાય,રસ્તો બદલાય
પણ મારી ચાલ ના બદલાય
માનવી હું કાળા માથાનો
જાત બદલાય,જરૂર પડે તો ભગવાન પણ બદલાય
પણ મારો રાગના બદલાય.....
અંતમાં,
જો બદલાય મારો સ્વભાવ અને મારી ચાલ
તો જ થાય સાચો બેડો પાર
બાકી તો જય જય સીતારામ
હું છું કાળા માથાનો માનવી
યોગી