કોઈ તારું નામ આપી મને સમ આપે અને જો હું સાચું જ બોલું,
તો તારું નામ મારા માટે ગીતા જ તો છે ને?
કોઈ પૂછે મને તારા વિશે અને શબ્દોમા હું જે તારું વર્ણન કરું,
એ પ્રાસ વગરની કવિતા જ તો છે ને?
તારું નામ આવે ને મારી આંખોમાં ચમક આવી જાય છે,
તો મારી આંખ માટે તારું નામ દીવા જ તો છે ને..?