Gujarati Quote in Poem by Tr Mrs Snehal Rajan Jani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેશની શાન દેશનું માન દેશનું અભિમાન
એ જ છે ત્રિરંગાની ઓળખ...
ક્યારેય ન થાય એ નત મસ્તક,
સદા રહે એ ઉન્નત...
જોઈ લહેરાતો એને,
થર થર કાંપે દુશ્મન...
જો ન જળવાય સન્માન એનું,
સમજો ચૂક્યા મોટી ફરજ આપણી...
લખી કોઈ લખાણ એનાં પર
કરીએ ન અપમાન એનું...
ફાટી જાય કે મેલો થાય જો
આ ત્રિરંગો, નષ્ટ કરીએ એને
વિધિપૂર્વક અને સન્માનથી...
જાળવી એનું સન્માન સદાય
કરીએ સાચી દેશભક્તિ...
ન લહેરાવીએ ત્રિરંગો
એક જ દિવસ પૂરતો,
ન જગાવીએ દેશભક્તિ એક જ દિવસની...
રાખીએ સદાય જુસ્સો એવો,
કોઈ ન કહે એને દેખાડો...
"છું હું દેશભક્ત અને રહીશ સદાય"
હોય આ જુસ્સો દિલમાં કાયમ...

-Mrs. Snehal Rajan Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111825574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now