મંગળ કામનાઓ ને આશિષ સહિત..
“ખમ્મા મારા વીરા” નું હૈયે ગુંજે સંગીત..
જીવનની હર જંગે તારી હો જીત..
મન એવી આશાના ગાયે છે ગીત..
રહું તુજથી દૂર, આજ ઉદાસ થોડું ચિત્ત..
પણ, ભાઈ બહેનની જુદાઈ એ દુનિયાની રીત..
રેશમના તાંતણે ગુંથ્યુ તારું હિત..
વીરા બાંધજે કલાઈએ મારી મોંઘેરી પ્રીત..
#Rakshabandhan