કવિતા"એ મિત્ર શોધ"
તું જળ નહીં,તરસ શોધ.
ખુશીનું એક બહાનું સરસ શોધ.

તું પ્રેમ નહીં,વિશ્વાસ શોધ
બે મન વચ્ચે મળતો પ્રાસ શોધ.

તું પ્રકાશ નહીં, સવાર શોધ.
નવી પરોઢે સકારાત્મક નવો વિચાર શોધ

તું શબ્દો નહીં ,તેના ઊંડાણ શોધ.
મન નયનથી વાંચે ને હૃદયે ઉતરે
એ "મિત્ર" શોધ.!!!

રચયિતા: અનભિજ્ઞ

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111824103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now