શીર્ષક - "તથ્ય છુપાતું ગયું જિંદગીમાં"
એક દ્રશ્ય વિખેરાતું ગયું જિંદગીમાં;
પછી, રહસ્ય ઘેરાતું ગયું જિંદગીમાં!
મળ્યું છે કંચન સરીખું આયખું તોય,
બધેય કાંસ્ય ફેલાતું ગયું જિંદગીમાં;
ઉદાસી એ એવી તો ઘર કરી ગઈ છે,
કે, બસ હાસ્ય ભૂલાતું ગયું જિંદગીમાં;
તરકશના તીર બધાં મારી તરફ તકાયાં,
પછી, એ મત્સ્ય વિંધાતું ગયું જિંદગીમાં!
ખરાં અને ખોટાઓની વચ્ચે જ "વ્યોમ"
બસ એક તથ્ય છુપાતું ગયું જિંદગીમાં;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ)