-:રાખડી ગીત:-
💃🏿
કોણ બનાવે રાખડી !
કોણ બંધાવે રાખડી !(૨)
બેનના પ્યારા ભઈલા
કાજે બેન બનાવે રાખડી!(૨)
એ..કાચા સૂતરને તાંતણે વણી
ભાઈને સોહે રાખડી !(૨)
રૂડો શ્રાવણ વરસે,
લીલી વનરાઈયું હરખે(૨)કોણ..
એ..અવસર રૂડો આવ્યો આજે.
શણગાર સજી બેન બની તૈયાર!(૨)
મંદિરે મહાદેવને નમી!
પછી નમી માં-બાપ !(૨)
જાગો ભઈલા થઇ ગઇ સવાર!
હું જોઉં છું વાટડી તારી !(૨) કોણ...
એ..પ્રેમની વીરા જોડી આપણી
ગામ આખું ગાય આપણાં ગીત!(૨)
તારો મારો છૂટે ના સાથ!
હોય ભલે દુઃખ હજાર (૨) કોણ...
- વાત્ત્સલ્ય