રૌદ્ર તારું રૂપ દીઠું પણ
છતી થઈ હૃદય તણી નિર્મળતા
વિષ પી બન્યા નીલકંઠ પણ
પ્રેમધારા વહી અમૃત તણી
કર્યા ધારણ અંગે હરેક જંતુ પણ
શીખવ્યુ નકારાત્મકતા સમાં ડર પર વિજય
ધ્યાનસ્થ બન્યા સમાધિમાં પણ
આપ્યો સંદેશ નિત્યાનંદ બનો
શિવ છે અલગ અલગારી પણ
સંદેશ આપ્યા સાન માં અનેક
ચંદ્ર, સર્પ, ગણ, વૃષભ છે આસપાસ
રાખો સૌને સાથે પણ મનથી સ્થાપો સત્યતા
શિવશંભુની સ્થિત પ્રજ્ઞતા છે અનેરી
બનું નિજાનંદી કરું પ્રણામ દે આશિષ 🙏