કહેવાના શબ્દો ખૂટી જાય,
જ્યારે તુ હાથ છોડી જાય...
આંખોમાંથી પાણી ઝાકળના બિંદુ જેમ ટપકે,
વરસાદ ભલે નથી થતો પણ ભીનાશ બધે છલકે...
આમ તો,નયન બંધ કરતા તું પાસ આવે છે,
અને ખોલતાની સાથે જ તને મળવાની આશા આવે છે...
તે મીઠી આશ ના આધારે ચાલે બધું,
હવે તો થઈ ગયા છો તમે મારું સઘળું...
સાથ રહવું છે તારા પડછાયાં માં,
અને તું હંમેશા પાસ જોઈએ છે મારા આરિસાં માં...