ઘરનું ટેલિફોન બીલ ત્રણ હજાર રુપિયા આવ્યું.
પતિ ખિજાયો અને ઘરના સભ્યોની મીટીંગ રાખી.
*પતિ*:- આટલું બધું બિલ. હું તો ઘરના ફોનનો ઉપયોગ જ કરતો નથી. કંપનીએ મને ફોન આપેલો છે તેનો જ ઉપયોગ કરું છું.😌
*પત્નિ*:- તો સાંભળો, હું પણ ઓફિસના ફોનનો જ ઉપયોગ કરુ છું એટલે મને કંઈ કહેતા જ નહી.😏
*દીકરો*:- મારુ પણ એવું જ છે. ઓફિસ જિંદાબાદ. 😒
*દીકરી*:- હું સવારે કોલેજ જાઉં છું ત્યાંથી સીધી નોકરી. હું પણ ઓફિસના ફોનનો જ ઉપયોગ કરુ છું. 🤨
સૌએ કામવાળી તરફ જોયું. 🤔🙄
ત્યાં કામવાળી બોલી- તમે બધા મારી સામે શું જુવો છો...?😳
જો તમે બધા નોકરીના સ્થળે ત્યાંના ફોનનો ઉપયોગ કરો છો. તો શું હું બીજે જાઉં ?!!
😂😘😜🤪🤣😵💫