પ્રેમમાં કદી પણ શરત ન હોય.
પ્રેમમાં કદી પણ તરત ન હોય.
કરીએ એટલે કરીને છૂટવાનું,
પ્રેમમાં કદી પણ પરત ન હોય.
ઝૂમવાનું નહિ; ઝઝૂમવાનું થાય,
પ્રેમમાં કદી પણ હેરત ન હોય.
પામવાની વાતે મૂકો પૂર્ણવિરામ,
પ્રેમમાં કદી પણ ઔકાત ન હોય.
લેણદેણના હિસાબો પડતા મૂકી,
પ્રેમમાં કદી પણ નિરાંત ન હોય.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.