એ વાત શું કામની જેમાં આપણા પ્રેમની વાતો ના હોય,
એ પ્રેમ શું કામનો જેમાં તારી અને મારી પ્રેમ કહાણી નહીં હોય....
લખી દઉં હું પણ અઢળક કવિતા જો આપણી પ્રેમ કહાની હોય,
એ કવિતા શું કામની જેમાં તારી ને મારી પ્રેમ કહાની નહીં હોય...
તારાં પ્રેમની યાદોમાં આજ આટલું લખાય છે મારાથી,
એ યાદ પણ શું કામની જેમાં તારી ને મારી પ્રેમ કહાની નહીં હોય....
આપણે સંગ વિતાવેલા ક્ષણને લીધે જીવતો છું હું તો,
એ ક્ષણ પણ શું કામની જેમાં આપણી પ્રેમ કહાની નહીં હોય...
તારાં વિશ્વાસ લીધે આપણી પ્રેમ કહાની શક્ય બની છે,
એ વિશ્વાસ પણ શું કામનો જેમાં આપણી પ્રેમ કહાની નહીં હોય.....
તારી ને મારી પ્રેમ કહાની વાત જ કોઈને નહીં સમજાય,
એ લાગણી પણ શું કામની જેમાં તારી ને મારી પ્રેમ કહાની નહીં હોય....
-Bhargav Jagad