મારા જીવનની સફરમાં કંઈ ક્ષણ અંતિમ હશે એ ખબર નહીં,
તો ચાલ ને મારા જીવનની સફરને સાથે મળી ને જીવી લઈએ...
તારા સાથ ને પ્રેમ વગર મારી સફર તો અધુરી હતી,
તું આવી ને મારી જીવનની સફર પૂર્ણ થઈ ગઈ....
મારા જીવનની સફરમાં ક્યાં ને કેવાં વળાંક આવશે એ ખબર નહીં,
જો તારો સાથ હોય તો બેફિકર થઈને મુશ્કેલીને માણી લઈએ...
તારા વિશ્વાસ વગર તો મારી જીવનની કંઈ કિંમત નથી,
તું આવીને મારી જિંદગીમાં જે અધુરાશ હતી એ ભરાય ગઈ...
મારા જીવનના સફરની અંતિમ મંજિલ તો મોત છે,
જિંદગી તો કંઈ ભરોસો નથી માટે મનમાની કરી લઈએ....
તારા સાથ ને સહકારથી મારી જીવનની સફર યાદગાર બની,
તું આવીને મારી જિંદગીમાં જીવવાની આશ વધી ગઈ ..
-Bhargav Jagad