સંકલ્પ
હું સોળ માળા કરતો નથી.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી
જપ કરવા માટે સમય નથી, એવું નથી.
અનુકૂળ માહોલ નથી, એવું પણ નથી.
બસ, પાંચ સાત માળા જ થાય છે.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી.
ફુરસદ તો મળી રહે છે;
દસ ને બદલે, ત્રીસ મિનિટ વાત કરવાની.
અનુકુળતા પણ છે, રાત્રે મોડે સુધી જાગવાની
પણ
હું સોળ માળા કરતો નથી.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી.
રુચિ નથી એવું પણ નથી.
હરે કૃષ્ણ ના પુસ્તકો,ખુબ પ્રસન્નતા આપે છે.
મક્કમતા નથી એવું પણ નથી.
હું રોજ સ્નાન કરૂં છું
રોજ જીમ જાઉં છું
રોજ છાપા વાંચું છું
બસ
હું સોળ માળા કરતો નથી.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી.
જાણું છું, કોઈ એ મને કહ્યું નથી.
મેં જ સંકલ્પ લીધો હતો.
મારી મનોકામના, પુરી કરવાના આવેશમાં.
એણે મને ચેતવ્યો હતો, કે જો જે;
સોળ માળા સહેલી વાત નથી.
છતાં પણ મેં સંકલ્પ લીધો હતો,
અતિ ઉત્સાહમાં.
હવે એ જોશ નથી, એ ઉત્સાહ નથી.
એ મજબુરી નથી, કોઈ પરવાહ નથી.
કારણકે
એ દયાળુ, બિલકુલ કઠોર નથી.
એનો કોઈ આગ્રહ નથી,
એ રિવેન્જ લેતો નથી.
કદાચ એટલે જ, હજુ પણ;
હું સોળ માળા કરતો નથી.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી.
મારું મન કેટલું ચંચળ,હું કેટલો દુર્બળ?
મારા જ સંકલ્પ દ્વારા, મારો જ પરિચય; મને કરાવે છે.
રોજ સવારે મને એ સંકલ્પ
યાદ કરાવે છે.
પછી ભલેને
હું સોળ માળા કરતો નથી.
બહાના ઘણા છે, કારણ એક પણ નથી.
- દિલીપ ડાંગી
🙏🏻