Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકગીત
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

સાસરિયામાં મ્હાલવું રે,
પિયરિયાં માં છૂટથી રહ્યા.
વાદલડી વરસી રે
સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે,
વીરો મારો લેવા હાલ્યો,
વીરા લઈને વેલો આવજે રે,
સાસરિયા મારે ઘિરે બેઠા.
વાદલડી વરસી રે
સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે,
વીરો મારો લેવા હાલ્યો,
વીરા લઈને વેલો આવજે રે,
સાસરિયા મારે ઘિરે બેઠા.
વાદલડી વરસી રે
સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે,
વીરો મારો લેવા હાલ્યો,
વીરા લઈને વેલો આવજે રે,
માંડવિયા મારે ઘિરે બેઠા.
વાદલડી વરસી રે
સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે,
વીરો મારો લેવા હાલ્યો,
વીરા લઈને વેલો આવજે રે,
માંડવિયા મારે ઘિરે બેઠા.
વાદલડી વરસી રે
સરોવર છલી વળ્યાં(૩)

ગુજરાતી લોકગીત
પ્રસ્તુતકર્તા: ડો ભૈરવસિંહ રાઓલ

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111817984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now