પ્રાર્થના અંતરની ભક્તિ પુકારે
અંતર ની ભક્તિ પુકારે
આવો પ્રભુ સાંજ સવારે
તારું રટણ સાંજ સવારે
ફિકર પછી શાને અમારે
આવો પ્રભુ સાંજ સવારે...
દુનિયા લાગે છે મને અંધારો કુવો
કુવા માં થી કોઈ ના બચાવે?
આવો પ્રભુ સાંજ સવારે...
દુનિયા રંગીન વાલા આમ તેમ બોલે
અંત સમય કોઈ ના બચાવે
આવો પ્રભુ સાંજ સવારે...
માતા પિતા ને કુટુંબ કબીલો
સેવક છે તારે સહારે
આવો પ્રભુ સાંજ સવારે ...
સંકલન અને રજુઆત: ડો ભૈરવસિંહ રાઓલ