હમ ભી કુછ કમ નહિ. (ગધેડીનું દૂધ)
ગધેડીના દૂધના ઔષધીય ગુણોનો ધૂમ પ્રચાર ચાલી રહ્યો છે.
એન આર સી ર્ઈ એ (NRCEA) જાહેર કર્યું કે હાલારી ગધેડીના
દૂધમાં અન્ય તમામ પશુધનની પ્રજાતિઓના ધૂશની તુલનામાં
સૌથી વધુ 'એન્ટિ-ઑક્સિડન્ટ' ગુણધર્મો હોય છે.કહે છે કે ગધેડીનું
દૂધ માતાના દૂધ જેવું જ ગુણકારી હોય છે.અને આ દૂધના સેવનથી
એલર્જી નથી થતી.ગધેડીનું દૂધ કેન્સર જેવા અસાધ્ય રોગો માટે પણ
ઉપયોગી છે એવું પણ કહેવાય છે.ગધેડીના દૂધમાંથી અનેક સૌંદર્ય
પ્રસાધનો જેવા કે, સાબુ, ક્રીમ, શેમ્પુ વગેરે બની રહ્યાં છે જેનું
બજારમાં ઊંચી કિંમતે વેચાણ થાય છે.દુર્લભ ઔશધીય ગુણો
ધરાવતા હોવાનું કહેવાતા આ દૂધના ભાવ ગુજરાતમાં મહત્તમ
૧૨૫ રૂપિયે લિટર સુધી પહોંચ્યા છે અને તે પણ સંશોધન માટે
મર્યાદિત માત્રામાં આ દૂધ ખરીદતી સંસ્થાએ આપ્યા છે.(એક
અપવાદરૂપ કિસ્સામાં એક લિટરના રૂ ૭૦૦૦/- મળ્યા છે.)
(અખંડ આનંદ મે ૨૦૨૨ ના અંકમાંથી સાભાર.)