મૌન મારુ, તને ગમતું નથી!
ને શબ્દની ક્યાં તું કદર કરે છે?
દિલચસ્પી હોય જો તને મારામાં!
તો આમ અળગામણો કેમ રહ્યા કરે છે?
અશ્રુઓની ધાર તો ઘણી વાર વહી ચૂકી!
એ લાગણી ને મારી, તું ક્યા સમજે છે ?
કહું છુ કે વિલંબાવ નહીં,
વિરહ કડવો અહીં બહુ જ ખટકે છે!
~Nency R. Solanki