Gujarati Quote in Blog by Ash

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુત્રી

દિકરી મોટી થઈ, એક દિવસ તેણે તેના પિતાને ખૂબ જ સરળ રીતે પૂછ્યું - પપ્પા, મેં તમને ક્યારેય રડ્યા છે? પિતાએ કહ્યું - "હા" તેણે ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું - "ક્યારે"*? પિતાએ કહ્યું - *તે સમયે તમે લગભગ એક વર્ષની હતી, તારા ઘૂંટણ પર ચાલતી હતી. મેં તારી સામે પૈસા, પેન અને રમકડું મૂક્યું છે કારણ કે મારે એ જોવાનું હતું કે તુ ત્રણમાંથી કઇ વસ્તુ ઉપાડ છો. અને મોટી થયને શેના પર વધુ મહત્વ છે એ પણ મારે જોવુ હતુ. જેમ પૈસો એટલે સંપત્તિ, કલમ એટલે બુદ્ધિ અને રમકડું એટલે આનંદ.

મે સહજતાથી અને કુતુહલથી જોયુ કે તુ ઘુટણ પર ચાલતી ચાલતી એ ત્રણેય વસ્તુને ભેગી કરી એક જગ્યાએ મુકીને મારા ખોળામા બેસી ગય મને ત્યારે એ ખ્યાલ ન રહ્યો કે આ ત્રણ વસ્તુઓ તથા હુ પણ તારી પસંદગી મા હતો ત્યારે હુ પહેલી અને છેલ્લી વાર રડ્યો. એ પણ હર્ષ ના આંસુ હતા.

દિકરીએ ભગવાને આપેલી સૌથી અમુલ્ય ભેટ છે.

કેટલુ સરસ લખ્યુ એક પિતાએ
"અમને તો સુખમા જ સાથી જોઈએ,
દુઃખ મા તો મારી દિકરી એકલી જ કાફી છે"

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Gujarati Blog by Ash : 111816117
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now