આ વરસાદની બુંદો તો અનાધર વરસી ઉઠી છે,
આ વરસાદની બુંદોમાં તારી યાદો મહેંકી ઉઠી છે....
તન ભીંજાય ગયું વરસાદમાં ને મન ભીંજાય ગયું તારી યાદમાં,
આ વરસાદની બુંદોમાં લાગણીઓ વહેતી થઈ ગઈ છે...
વરસાદની બુંદોમાં તને જોતાં જ ખુશીના આંસુઓ છલકાઈ ગયા,
આ વરસાદની બુંદોની જેમ હૈયે પણ હેતની હેલી ઝરમરી ગઈ છે...
ના હસાય કે ના રડાય એવી હાલત થઈ ગઈ છે મારી તો અત્યારે,
આ વરસાદની બુંદો તો મને તારા પ્રેમની યાદ અપાવી ગઈ છે...
વરસાદ પડતાં ધરતી પણ જાણે એકદમ ખુશહાલ થઈ ગઈ,
તારી સાથે વિતાવેલી દરેક પળને મહેસૂસ કરી રહી છે...
-Bhargav Jagad